સાબરકાંઠા જિલ્લાના ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સેમી પાણી પીવા માટે પાણી પુરવઠાવપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે બીજી તરફ નર્મદાનાપાણીની માંગણી કરી પરંતુ હજી શરુ થયું નથી તો પાણી પુરવઠા વિભાગ અગામી દિવસમાંમોટરો મુકીને પાણી લેવું પડી શકે છે. સાબરકાંઠા જીલ્લામાં સાત જેટલા જળાશય આવેલા છેઅને એમાં પણ હાથમતી અને ગુહાઈ જળાશય મહત્વના છે ત્યારે ગત ચોમાસામાં ઓછાવરસાદને લઈને ગુહાઈ જળાશય ઓછો ભરાયો હતો. તો હાથમતીમાં સારું પાણી આવ્યું હતું.ગુહાઈ જળાશયમાં ઓછુ પાણી હોવાને લઈને ખેતીમાં પાણી આપ્યું ન હતું તો હાથમતી જળાશયમાંથી શિયાળુ ખેતી માટે ખેડૂતોને પાચ પાણ આપ્યા હતા.
હવે બંને જળાશયમાં માત્રપીવાના પાણી આપી શકાય તેટલું પાણી હતું. હાથમતી જળાશયમાંથી ભિલોડાના ગામડાઓનેપાણી આપવામાં આવે છે જયારે ગુહાઈ જળાશયમાંથી હિમતનગર તાલુકાના ૨૫, ઈડરના ૧૭ગામોને ઉપરાંત હિમતનગર શહેરને પીવાનું પાણી આપવામાં આવે છે ત્યારે દરરોજ પાણીપુરવઠા વિભાગ ધ્વારા બે સેમી પાણી લેવામાં આવે છે.એટલે કે મહિનાનું ૫૦ હજાર કિલોલીટર અને દરરોજનું ૧૭૦૦ કિલો લીટર પાણી ગામડાઓ અને શહેરને આપવામાં આવેછે.હાલમાં ગુહાઈ જળાશયમાં ૭.૬ ટકા પાણી છે તો હાલમાં ૧૬૩.૮૩ મીટર સપાટી છે જે ૨૦દિવસ વપરાશને લઈને બાદ ૧૬૩.૪૩ થશે ત્યાર બાદ પાણી વેલ બહાર તરાપા મુકીને મોટરથી પાણી લેવું પડી શકે છે.