પંચમહાલ જીલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ઉનાળાની ઋતુમાં પીવાના ચોખ્ખા પાણી માટે મહિલાઓને અન્ય પાણીના સ્રોત સુધીચાલીને જવાની સમસ્યાનો અંત આવશે. સરકારના જલજીવન મિશન અંર્તગત જીલ્લામાં શહેરા તાલુકામાં નલ-સે-જલ યોજનાઆકાર લઈ રહી છે. શહેરા તાલૂકાના મંગલિયાણા ગામે નલ સે જલ યોજનાની કામગીરી હાથ ધરવામા આવી રહી છે. જેમાતાલુકાના વિવિધ ગામોમાં આ યોજના પ્રગતિ હેઠળ છે. આ નલ-સે-જલ યોજનાથી શહેરા તાલુકામાં પીવાની પાણીની સમસ્યાનો અંત આવશે. ઘર આંગણે પીવાનુ પાણી ઉપલબ્ધ થશે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં રહેતા ગ્રામીણવિસ્તારમાં રહેતા લોકોને સરકારના મિશન જલજીવન અંતગર્ત ઘર આંગણે પીવાનુ ચોખ્ખુ પાણી મળી રહે તે હેતુથી મહત્વકાક્ષી નલ-સે-જલ યોજના આકાર લઈ રહી છે.હાલમા તેનૂ વાસ્મો ( વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા અમલીકરણ કરવામા આવી રહ્યુ છે.લોકોને ઘરઆંગણે પીવાનુ પાણી ઘરઆંગણે મળી રહે તે દિશામાં સરકારનો પ્રયાસ છે.