ભરૂચ શહેરમાં એક માસ અગાઉ “ આર્દશ હોસ્પિટલના પાર્કીંગમાંથી ચોરાયેલ બાઇક તથા અન્ય એક શંકાસ્પદ બાઇક સાથેબાઇક ચોરને દહેજ ખાતેથી ઝડપી પાડી ભરૂચ શહેર એ.ડીવીઝન પો.સ્ટે.ની બાઇક ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનીટીમે શોધી કાઢ્યો છે. ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ ,વડોદરા તથા ભરૂચ જીલ્લાના પોલીસઅધિક્ષક ડૉ.લીના પાટીલ નાઓ દ્વારા જિલ્લામાં મિલ્કત સબંધી તથા વ્હીકલ ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.મંડોરા એલ.સી.બી.ના માગદર્શન મુજબ ભરૂચલોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત સુચનાઓ અન્વયે વણ શોધાયેલ મિલ્કત સંબંધી તથા વ્હીકલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા જરૂરી એકશન પ્લાન તૈયાર કરી પ્રયત્નો હાથ ધરવામા આવેલ હતા.
જેના ભાગરૂપે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દહેજ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે દહેજ ચોકડી ખાતેથી બે શંકાસ્પદબાઇક સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવેલ અને પકડાયેલ આરોપીને બંને મોટર સાઇકલના કબ્જા બાબતે પુછતા કોઇસંતોષકારક જવાબ આપી શકેલ નહી જેથી ભરૂચ એલ.સી.બી.કચેરી લાવી ઘનિષ્ઠ અને ઉંડાણપુર્વકની પુછપરછ કરતા આરોપીભાંગી પડેલ અને ભરુચ શહેર “ એ ” ડીવીઝન પો.સ્ટે વિસ્તારમાં આવેલ આદર્શ હોસ્પિટલના પાર્કિંગમાંથી એક માસ અગાઉચોરાયેલ મોટર સાયકલ ચોરીના ગુનાની કબુલાત કરેલ જેથી આરોપી વિરૂધ્ધ ક્રીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ ભરૂચ શહેર એ.ડીવી.પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે…