મહેસાણા જિલ્લાના ગોઝારીયાને તાલુકો બનાવવા ની માંગણી કરવામાં આવી છે. છેલ્લા 8 વર્ષથી ગોઝારીયાનેતાલુકાનો દરજ્જો આપવા માંગ કરવામાં આવી રહી છે, વર્ષોથી તાલુકો જાહેર કરાયો છતાં ગોઝારીયા તાલુકો નથી બન્યું. તાત્કાલિક ગોઝારીયા ને નવીન તાલુકો બનાવવાની માગણી ફરી ઉઠવા પામી છે.
જે બાબતે સ્થાનિક આગેવાનો અને આસપાસના ગ્રામના લોકોની બેઠક મળી હતી. બેઠકમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની રણનીતિ ઘડાઇ હતી. ગોઝારીયાબંધનું એલાન, નેતાઓને ગામમાં પ્રવેશ બંધી, ચૂંટણી માં સરકાર વિરુદ્ધ મતદાન તાલુકો નહિ તો ભાજપ ને ગામ માં પવેશ નહિ જેવા અનેક નિર્ણયો બેઠકમાં લેવામાં આવ્યા હતા,