બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના પરષોત્તમભાઇ ભાણાભાઈ છત્રાલિયા ની દીકરી ડિમ્પલબેનના લગ્ન દસ દિવસ પહેલા કરવામાં આવ્યા હતા જે વખતે હેલિકોપ્ટર ની પરવાનગી ન મળતા સરસ્વતી તાલુકાના મકવાણાભીખાભાઇ ના સુપુત્ર હર્ષ ની જાન અરણીવાડા મુકામે ગાડી માં આવી હતી.ત્યારે હેલિકોપ્ટર ની મંજૂરી મળતા આજ રોજ હર્ષવરરાજા અમદાવાદ થી કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે હેલિકોપ્ટર લઈ વરરાજા આણુ તેડવા આવ્યા હતા.જેમાં ગામના ઓબસિંહ સોલંકી ના ખેતર મા હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યુ હતું.
જેમાં સમગ્ર ગામના લોકો દ્વારા ગામની ડિમ્પલ દીકરી નેપરમાર સમાજ સાથે રહી વિદાય કરવામાં આવી જેમાં દીકરી ના પરિવાર ના પિતા પરષોત્તમભાઇ ભાણાભાઈ છાત્રલિયા અનેભાઈ હરેશભાઈ અને પ્રકાશભાઈ તેમજ ગામના અગ્રણી આગેવાનો ગામના સરપંચ રામપ્રસાદ બી ઠક્કર ડેપોટી સરપંચઓબસિંહ સોલંકી તેમજ અગરસિંહ સોલંકી તેમજ સામળસિંહ સોલંકી તેમજ ભેમસિંહ સોંલકી તેમજ સુરજસિંહ સોલંકીતેમજ લાલસિંહ સોલંકી તેમજ પહેલાદસિહ સોલંકી હાજર રહી રોહિત સમાજ ની દીકરી ડિમ્પલબેન ને વિદાય આપવામાં આવી હતી..