અમરેલીના બાબરાથી શેખપીપરીયા રોડમા પ્રશાસનની ઘોર બેદરકારીને છતી કરતો વિડીયો સામે આવ્યો છે. પ્રશાસનની બેદરકારીને કારણે નાના બાળકો દાજ્યા હોવાની ઘટના સામે આવી છે. લોકોને પ્રશાસનની બેદરકારીનો સરકારી ડામ લાગ્યો છે. બાબરાથી શેખપીપરીયા રોડનું કામ દેધાનધન શરૂ કરી દેવાયુ હોવાની લોકોની રાવ ઉઠવા પામી છે. લોકો રોડના કામથી અજાણ હોવાથી અકસ્માતોની વણજાર જોવા મળી રહી છે. એક દિવસમાં અનેક નાના મોટા પાંચ અકસ્માતોના બનાવ બન્યાનો વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે.
કોઈ પણ બોર્ડ ન મારેલું હોય અને ડાઈવર્ઝન ન કાઢતા લોકો રોડ પરથી પસાર થતા સમયે અકસ્માતના ભોગ બન્યા હતા. એક વિડીયો વાયરલ થયો જેમાં બાળકો સાથે બાઇક પર જતા દંપતીને અકસ્માત નડ્યો છે. જેમાં ગરમ ડામર ને કારણે નાના બાળકો દાજ્યા હતા. રોડ પર બાઇક સ્લીપ થઈ જતા અને રોડ કાચો હોવાથી રોડની કડના કારણે અકસ્માત સર્જાયો હતો. કેટલાક લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો. પ્રશાસનની પોલ ખોલતો વિડીયો સોશોયલ મીડિયા પર વાયરલ થયો છે.