યુથ કોંગ્રેસ દ્વારા 'ગુજરાત માંગે રોજગાર' અભિયાનનાં પ્રથમ ચરણની શરૂઆતગાંધીનગરથી આજે કરવામાં આવી છે. જે અન્વયે આજે ગાંધીનગર શ્રમ રોજગારકચેરીનો ઘેરાવો કરવા જતાં પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ સહિત 50 જેટલા કાર્યકર્તોનીઅટકાયત પોલીસે કરી લીધી હતી. ત્યારે મહેસાણા યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. મહેસાણા યુવક કોંગ્રસના કાર્યકરોએ કચેરીનો ઘેરાવ કર્યો હતો.
ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા“ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જેના પ્રથમ ચરણમા“રોજગાર ક્યા છે?“ અંતર્ગતરોજગાર કચેરીનો ઘેરાવ કરાયો હતો. જુની કોર્ટ કમ્પાઉન્ડથી કલેકટર કચેરી, શ્રમ અને રોજગાર કચેરી રેલી યોજી કચેરીનો ઘેરાવકરવામાં આવ્યો હતો. પ્રદેશ પ્રમુખ ગુજરાત યુથ કોંગ્રેસના વિશ્વનાથસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. વિશ્વનાથસિંહ વાઘેલા પ્રદેશ પ્રમુખ ગુજરાત યુથ કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.