જામનગર જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘીના અધ્યસ્થાને DSC ( ડિસ્ટ્રિક્ટ સ્કીલ કમિટી) ની ૫ મી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોરાના કાળમાં હેલ્થ વર્કરની જરૂરિયાતને ધ્યાને રાખી જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો કોર્ષ ચાલુ કરવાનીવિચારણા હતી જે આઈ.ટી.આઈ.જામનગર દ્વારા આ કોર્ષ ચાલુ કર્યા અંગેની જાણ કરાઈ હતી. આ મિટિંગમાં આ વર્ષે બ્રાસસિટી જામનગરને કુશળ માનવ બળ મળી શકે તે માટે કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી અર્તગર્ટ નવા બ્રાસને લગતા કોર્ષ બનાવી ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવેલ છે. આ કોર્ષ ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ચાલુ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં UNDP દ્વારા સ્કીલને લગતા કોર્ષ ચાલુ રાખવા આઈ.ટી.આઈ.ને મદદ કરશે તેમ બેઠકમાં જણાવાયું હતું.
આ બેઠકમાં કલેકટરશ્રી ડૉ. સૌરભ પારધી, ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર શ્રી રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી
કીર્તન રાઠોડ, આઇ.ટી.આઇ નાં આચાર્ય શ્રી એમ. એમ. બોચીયા, રોજગાર અધિકારી શ્રી સરોજ સાંડપા, લેબર ઓફિસર શ્રીધ્વનિ રામી તથા અન્ય અધિકારીશ્રીઓ અને ઓદ્યોગિક એકમોના પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા. કાયક્રમનું સંચાલનઆઈ.ટી.આઈ જામનગરના આચાર્ય બોચીયા દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રમ, કૌશલ્ય વિકાસ અનેરોજગાર વિભાગ દ્વારા આ વર્ષના બજેટમાં ગુજરાતની પાંચ આઈ.ટી.આઈ. માં કૌશલ્ય ધ સ્કીલ યુનિવર્સિટીના કોર્ષ ચાલુ કરવા માટે દરેક આઇ.ટી.આઇ. ને ૫ કરોડ ની જોગવાઈ કરવામાં આવેલ છે. જેમાં આઇ.ટી.આઇ જામનગરનો પણ સમાવેશકરવામાં આવેલ છે. આ સંસ્થામાં મેનુંફેકચરિંગના કોર્ષની પંસદગી કરવામાં આવેલ છે. તે માટે બ્રાસ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કરી બ્રાસ ઉદ્યોગને લગત કોર્ષ બનાવી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે.