સુરતમાં રૂદરપુરા લાપસી વાલા ચાલ પાસે જાહેર રસ્તા ઉપર કેંક કાપવા રસ્તો રોકી બેઠેલા યુવાનોને રસ્તો છોડવા કહેતામામલો બીચકાયો અને બે જૂથ વચ્ચે અથડામણ થતા પોલીસે સ્થિતિ ને કાબુમાં લીધી હતી. રાજ્યમાં જુથ અથડામણનીઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હિમતનગર, ખંભાત અને વડોદરા બાદ સુરતના રૂદરપુરા ખાતે જુથ અથડામણની ઘટનાબની છે. સુરત શહેરના રૂદરપુરા મ.ન.પા ના હેલ્થ કલબ પાસે મોડીરાતે સામન્ય અકસ્માત બાદ બંને જુથ સામસામે આવી ગયા હતા.
ગત રાતે મોડી રાતે 11 વાગ્યાની આસપાસ જાહેર રસ્તા ઉપર જન્મ દિન ઉજવતા માથાભારે તત્વો દ્વારા રસ્તા ઉપરબાકી મૂકી કાર ચાલકને નહીં નીકળવા દેતા ઝગડો શરૂ થયો અને જોતજોતામાં બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો.જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. પથ્થરમારાને કારણે સ્થાનિક લોકોમાં આ ઘટના બાદ રોષ જોવા મળ્યોહતો.ઘટનાની જાણ થતાં પોલીસ ના કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.