પુંસરી તાલુકો તલોદ ખાતે 2006 અસ્થિ બેંક સ્થાપવામાં આવેલ હતી જમા થતાં અસ્થિ દર વર્ષે ગંગાજી હરિદ્વાર ખાતેઅસ્થિ બેંકના સ્થાપક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નરેન્દ્રભાઈ પટેલ તેમના જન્મદિવસ 22/05 નાં રોજ ગંગાજી હરિદ્વારખાતે અસ્થિ વિસર્જન કરે છે અવિરત ચાલતી આ સેવામાં ભાગરૂપે 2021-22 ના એક વર્ષના અસ્થિ જે જમા થયેલ હતાં તેનેખોલવામાં આવતા ૧૪૧અસ્થિ જમા થયેલ મળ્યા છે જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, અને ગાંધીનગર જિલ્લામાંથી આવેલ છે વિનામૂલ્યે અપાતી આ સેવાના ભાગરૂપે આગામી 22/05/2022 ના રોજ હરિદ્વાર ગંગાજી માં તેને વિધિવત વિસર્જિત કરાશે
અને આ વિના મૂલ્ય સેવાના બદલે નરેન્દ્ર ભાઈ મૃતકના વારસદારો પાસે પર્યાવરણ શુદ્ધિકરણ માટેપાંચ વૃક્ષ વાવવાનું આગ્રહ રાખે છે અને જતન કરાવનો આગ્રહ કરે છે જેના કારણે પર્યાવરણ પણ જળવાઈ રહે નરેન્દ્રભાઈનાજન્મ જન્મદીને અસ્થિ વિસર્જન વખતે તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર થી સવારે ૧૦ વાગે લાઈવ જોઈ શકાશે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે 15 વર્ષના સમયગાળા દરમ્યાન અસ્થિ બેંક પુંસરી માં ૨૨૦૦ જેટલા અસ્થિ જમા લઈ વિનામૂલ્યે વિસર્જન કરાયા છે..અસ્થિ બેંકમાં જમા કરાવનાર દરેકને આભાર માનતો પત્ર પણ લખાય છે