અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા સિંહના વીડિયો અવારનવાર વાઈરલ થતા રહે છે. ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા બૃહદના જંગલનો અદભુત વીડિયો સામે આવ્યો છે.
લીલીયાના ક્રાકચ વિસ્તારમાં 5 સિંહો શેત્રુજી નદી કાંઠે જોવા મળ્યા હતા. કાળઝાળ ઉનાળામાં ઠંડક મેળવવા સિંહપરિવાર નદી કાંઠે પહોંચ્યો હતા. ગરમીમાં ઠંડક મેળવવા સિંહોના નદી કાંઠે ધામા જોવા મળ્યા હતા. 2 સિંહણ 3 પાથડાસિંહબાળ જોડે શેત્રુજી નદી કાંઠા પર લટાર મારતા કેમેરામાં કેદ થયા છે. ક્રાકચના સિંહપ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણની (ઓઢ) વાડી નજીક 5 સિંહોનો વીડિયો હીવાનું અનુમાન. નદીના કિનારે 5 સિંહોનો વીડિયો સોસીયલ મીડિયામાં વાયરલથયો છે.