નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. તેવામાં અંબાજીમાં આવેલ ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 21થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો નડિયાદ, આણંદ અને બોરસદના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 65 મુસાફરોથી ભરેલી આ બસના ડ્રાઇવરે ઘાટ પાસે કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અંબાજીથી દાંતા વચ્ચેના હાઇવે પર ચાર વાગ્યા આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખાનગી લકઝરી બસ અંબાજી જતા ત્રિશુલીયા ઘાટ નજીક વળાંક લેતા ખાઇમાં ખાબકી હતી. જેમાં અનેક મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં હતા. ઘટનાસ્થળે બચાવ કામગીરી હતઃ ધરવામાં આવી છે. ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, હાઈવે પર લાશો પડી હતી અને વરસાદી માહોલમાં રોડ પણ લોહીથી લથપથ હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -