વડોદરા મહાનગર પાલિકાની દબાણશાખાની ટીમ પાણીગેટ શાકમાર્કેટ તથા મંગળબજાર વિસ્તારમાં દબાણો દૂર કરવા પહોંચતાદબાણ ધારકોમાં નાસભાગ મચી હતી. વડોદરા મહાનગર પાલિકાના મેયર તથા મ્યુનિ.કમિશનર દ્વારા પાલિકા તથા પોલીસઅધિકારીઓ અને કર્મીઓ સાથે થોડા દિવસો પૂર્વે શહેરના ભરચક વિસ્તાર એવા લહેરીપુરા દરવાજા, મંગળબજાર ખાતે પહોંચી ગેરકાયદેસર રીતે કરાતાં લારીઓ પથારાવાળાઓ તથા વેપારીઓ દ્વારા કરાતાં દબાણોને દૂર કરવામાં આવ્યા હતા
પરંતુ થોડા દિવસ અહીં દબાણો થયા ન હતા.પરંતુ ધીમે ધીમે ફરીથી પથારાવાળાઓ, લારીઓ વાળાઓ દ્વારા દબાણોની શરૂઆત કરાઇહતી.તે જ રીતે પાણીગેટ શાકમાર્કેટની બહાર પણ લારીઓ અને પથારાવાળાઓ દ્વારા દબાણ કરાંતા ટ્રાફિકની સમસ્યાઓ ઉભીથઇ હતી.જેની જાણ પાલિકાને થતાં આજરોજ વડોદરા મહાનગર પાલિકાની દબાણશાખાની ટીમ ત્રાટકી હતી.જેને લીધેપથારાવાળાઓ તથા લારીઓ વાળાઓ પાણીગેટ શાકમાર્કેટ બહારથી તથા મંગળબજાર ખાતે સામાન લ ઈ ફરાર થયા હતા.આ સમગ્ર બાબતે દબાણશાખાના અધિકારી ડો.વિજય પંચાલે વધુ માહિતી આપી હતી.