મહેસાણા જિલ્લાના ઊંઝામાં એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવેલ છે, જેને લઈ ઊંઝા વિશ્વ ભરમાંપ્રચલિત બન્યું છે. ત્યારે બીજી બાજુ એજ ઊંઝાની નગરપાલિકા પણ વિશ્વ વિકખ્યાત બની છે બ ફર્કએટલો છે કે, નગરપાલિકા પોતાના વિવાદોને લઈ જગ વિખ્યાત બની છે. મહેસાણા જિલ્લામાં આવેલઊંઝા નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. મામલો એવો છેકે ઊંઝા નગરપાલિકાના રાજકારણ માં બબાલ થવા પામી છે.
ઊંઝા નગરપાલિકા મહિલા નગરસેવક ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે.નગરપાલિકાના કાયદા કમિટી ચેરમેન કમિનીબેન સોલંકી ઉપર હુમલો થયો છે. એજ પાલિકાના દૂધ કમિટી ચેરમેન નાપતિ સહિત 4 લોકો પર હુમલાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ભોગ બનનાર મહિલા નગરસેવકે ફરીયાદ નોંધાવી છે. એટ્રોસિટી એક્ટ અને મારામારીની ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે.