અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે.ત્યારે આમરેલી જિલ્લાના જંગલમાં સિંહ પ્રજાતિમાં વધારો થયો છે. અમરેલી જિલ્લાના બૃહદ વિસ્તારમા સિંહ પ્રજાતિમાં વધારો થયો છે.
જાફરાબાદના બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સિંહણે બે સિંહબાળને જન્મ આપ્યા છે. 1સિંહબાળનું જન્મ સાથે મોત તો 1 સિંહબાળ તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે. બૃહદના જંગલ વિસ્તારમાં સિંહની સંખ્યામાંવધારો થયો છે. નવા સિંહબાળના આગમનથી સિંહપ્રેમીઓમાં ખુશીઓ છવાઈ જવા પામી છે. અમરેલી ડી.એફ.ઓ.એ સિંહબાળ જન્મને પુષ્ટિ આપી છે.