અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલીના ધારી ગીર વિસ્તારમાં કેરી ઉતરવાની સીઝનમાં આંબાવાડી પર સિંહ પરિવારનો કબજો જોવા મળ્યો હતો. 1 સિંહણ અને 3 પાઠડા સિંહબાળ સાથે આંબાવાડીમાં કબ્જો જમાવ્યો હતો.
કેરીની સીઝનમાં આંબાવાડી પર સિંહ પરિવારના કબ્જાથી કેરીના ઇજારદાર પરેશાનબન્યો હતો. આંબાવાડી માંથી સિંહણ અને સિંહબાળને દૂર કરવાની મથામણ ઈજારાદાર દ્વારા કરવામાં આવી હતી.સિંહણનો વીડિયો ઉતારતા ખેડૂત સામે સિંહણે ડરવવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયો ઉતારનાર સામે સિંહણે હાંક કરીને ચાલતી પકડતો વીડિયો વાયરલ થયો છે. ધારી ગીર રેવેન્યુ વિસ્તારની આંબાવાડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.