દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશની હદમાં આવેલા અલીરાજપુર જિલ્લાના છોટી પોલ ગામે હેવાનિયતની તમામ હદો પાર કરતો એક બનાવ સામે આવ્યો છે.જેમાં અલીરાજપુર જિલ્લાના જોબટતાલુકાના જામલી ગામનો મગનભાઈ માનસિંગભાઈ પોતાના કબજા હેઠળની MP-09-GF-2361 નંબરનીગાડીમાં શ્રામીકોને કઠીવાડા મુકવા ગયો હતો.જ્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં ચંદ્રશેખર આઝાદનગર તાલુકાના છોટી પોલ ગામે 8 વર્ષીય કાંજીબેન રાકેશભાઈ નામક બાળકી રમતા રમતા રોડ પર આવી જતા મગનભાઈ ની પીકપ ગાડી ની અડફેટે આવતા કાંજીબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.આ બનાવથી ઉશકેરાયેલા સ્થાનિક લોકો તેમજ બાળકીના સબંધીઓએ પીકઅપ ગાડીના ચાલક મગન સીંગ ભાઈને ઘેરી લઇ ઢોર માર મારવાનો શરૂ કર્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ જ્વલનશીલ પદાર્થ પીકઅપ પર છાટી પીકઅપ ગાડીને આગ લગાડી દીધી હતી. તે જ સમયે ચાલાકને માર મારતા ઈસમો પૈકી ગાડીની સાથે ચાલકને પણ બાળી નાખો તેવા ઉદ્દગારો કરતા ગુસ્સામાં આવેલા લોકોએ ચાલકને સળગતી પીકઅપ વાનમાં ફેંકી દીધો હતો
ઘટનાની સાથે સાથે જ આવી પડેલા લોકટોળાં પૈકી કેટલાક લોકોએ સળગતી પીકઅપ વાનને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફબચાવો બચાવોની બુમરાણો વચ્ચે પીકઅપનો ચાલક પણ ભડ ભડ સળગવા લાગ્યો હતો. અનેભાગાદોડી દરમિયાન સળગાતો ચાલક જમીન ઉપર પટકાયો હતો. સનસનાટીભર્યા ઉપરોક્ત બનાવનાપગલે ચોકી ઉઠેલી પોલીસે પીકઅપ ગાડીના ચાલક મગનસિંહ માનસિંહના ગામમાં અને પીકઅપગાડીની અડફેટે મોતને ભેટનાર બાળકીના ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોછે.જ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જોકે આ સમગ્ર ઘટનાનેપોલીસ દ્વારા ગંભીરતાથી લઇ રેન્જ આઇ.જી ચંદ્રશેખર સોલંકી તેમજ અલીરાજપુર જિલ્લા પોલીસ વડામનોજ કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જોકેઆ બનાવમાં પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલઈસમોની ઓળખ પ્રક્રિયા પણ શરૂ કરવામાં અવી છે.જયારે મરણ જનાર ઈકો ગાડીના ચાલક મગનસિંહ ભાઈ માનસિંગભાઈ નું પીએમ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.