જામનગરમાં PGCL ની બેદરકારીના કારણે અકસ્માત થવાના નાના-મોટા કિસ્સા અવારનવાર બનતા જ હોય છે અને હજુ પણઅકસ્માત થવાની પૂરી શક્યતા છે. જામનગર માં અહીં ની મિગ કોલોની પાસે જંગલેશ્વર મહાદેવ મંદિર પાસે ગત વાવાઝોડાદરમિયાન એક મોટો થાંભલો પડી ગયો હતો અને થાંભલો પડવાના કારણે અહીંની તળાવની દીવાલને પણ નુકસાન થયું હતું જેહાલમાં યથાવત છે વાવાઝોડું આવી ને ચાલ્યું ગયું એને ઘણો સમય થઈ ગયો છતાં આ થાંભલો હજુ પણ જે તે પરિસ્થિતિમાં જ પડ્યો છે અને આ થાંભલાના વાયરો પણ ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે
હવે જો આગામી સમયમાં થોડો પણ ભારેપવન ફૂંકાય તો ઝાડની સાથે થાંભલા અને થાંભલા ની સાથે ઝાડ પણ પડી જવાની પુરી શક્યતા છે અને આ થાંભલા અને
વાયર માં અન્ય જીવતા વાયરો પણ પડી જવાની પૂરી શક્યતા છે અને જો જીવતા વાયર જમીન ઉપર પડે તો મોટા અકસ્માત=થવાનો ભય સેવાઈ રહ્યો છે માટે તાત્કાલિક અસરથી PGCL ના અધિકારીએ આ બાબત ની ગંભીર નોંધ લઇ ત્યાંથી થાંભલો અને વાયરો દૂર કરવા અહીંના મંદિરના ભકતજનોની અને લતાવાસીઓ ની માગણી છે