બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફના રઘુવિરસિંહ, યશવંતસિંહ , રાજેશભાઈ , ઓખાભાઈ ગજેન્દ્રદાન ,પ્રકાશભાઈ માવજીભાઈથરાદ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. દરમ્યાન એ.એસ.આઈ યશવંતસિંહ નાઓને ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,“શીલું રાજસ્થાન તરફથી એક સ્વીફ્ટ ગાડી નં. GJ-08-AJ 4089 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર છે.” જેબાતમી હકીકત આધારે આજાવાડા નર્મદા કેનાલના પુલીયા પાસે નાકાબંધીમાં હતા. દરમ્યાન ઉપરોક્ત હકીકત આધારે સદરે હકીકત વાળી સ્વીફ્ટ ગાડી આવતાં ઉભી રખાવવા ઈશારો કરતાં ગાડીના ચાલકે ઉભી રાખેલ નહિ
અને ગાડી નારોલી ગામ તરફ ભગાડતાં ખાનગી વાહનથી પીછો નારોલી ગામના ચરેડામાં સ્કુલની આગળ વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી
રોડની સાઈડમાં કરતા ન ચોકડીઓમાં ઊતરી જઇ ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગયેલ સદરે ગાડીમાં ભારતીય બનાવટનોવિદેશી દારૂની બોટલો નંગ-1824 કિ.રૂ.1,71,360/- તથા સ્વીફ્ટ ગાડી કિ.રૂ.3,00,000/- એમ કુલ મુદ્દામાલકિ.રૂ.4,71,360/- નો મુદ્દામાલ મળી આવતાં ગાડી મુકી નાસી જનાર ચાલકની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે