વડોદરાના ડભોઇ મત વિસ્તાર ના ભાજપ માંથી ચૂંટણી લડેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ મેદાન મા આવ્યા છેઅને હાલ તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી મા વિજય સરપંચ તેમજ તાલુકા ના વિવિધ ગામો ની મુલાકાત લઈ તેમના સમયમા થયેલ વિકાસ ના કામો તેમજ આગામી સમય મા સરપંચ અને સભ્યો ગામ ના વિકાસ માટે કામ કરે તેવી શુભેચ્છા પાઠવા નંદેરીયા અને જૂની માંગરોલ ગામે તેમના પ્રશંસકો સાથે ગ્રામજનો અને સરપંચ સભ્યો તેમજ ખેડૂતો ની શુભેચ્છા મુલાકાત લઈગિફ્ટ વિતરણ કર્યું હતુ. ડભોઇ તાલુકા વિધાન સભા મત વિસ્તાર માંથી ચૂંટણી લળેલા પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ સતતલોક સંપર્ક મા રહયા છે ત્યારે હાલ માં યોજાયેલ તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી મા વિજય થયેલ સરપંચ અને સભ્યો નીશુભેચ્છા મુલાકાત નો દોર શરૂ કર્યો છે. આજે ભારતીય કિશાન સંઘ ના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ,ધવાલભાઈ પટેલ, દિપકભાઈજૈસવાલ સાથે ચાંદોદ નજીક નંદેરીયા ગામ અને જૂની માંગરોલ ગામે શુભેચ્છા બેઠક યોજી હતી આ પ્રસંગે તેમના ધારાસભ્ય કાર્યકાળ દરમ્યાન થયેલા વિકાસ ના કામો અને નવા ચૂંટાયેલા સરપંચ સભ્યો ને ગામ મા વિકાસ માટે કામ કરવા સૂચનો કર્યા હતા
સાથે સરપંચો અને સભ્યો ને ગિફ્ટ આપી સરપંચ અને સભ્ય પદે ચૂંટાવા બદલ શુભેચ્છા પાઠવી હતી આગામી સમય મા ચૂંટણી વિધાન સભા ની નજીક છે. આગામી સમય મા દરેક ગામ ની મુલાકાત લેવાના છે નું પન પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલદ્વારા જણાવાયું હતું આગામી વિધાન સભાની ચૂંટણી ની તૈયારીઓ શરૂ કરી હોવાનું રાજકીય આગેવાનો મા ચર્ચાઇ રહ્યું છે આઅંગે પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ દ્વારા હજી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જોકે ભાજપ પક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કર્યાબાદ હવે કયાં પક્ષ માંથી ચૂંટની લડે છે કે નથી લડતા તે જોવું રહ્યું સરપંચ અને સભ્યો ની શુભેચ્છા મુલાકાત ને પગલે ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી હોવાની ડભોઇ રાજકીય બેડા માં વાત ચર્ચા નો વિષય બની રહી હતી. જ્યારે આ પ્રસંગે સરપંચ અનેસભ્યો તેમજ ખેડૂતો સાથે બેઠક કરી ગિફ્ટ વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી જ્યારે તમામ ગ્રામજનો દ્વારા તેમના કાર્યકાળ મા થયેલ વિકાસ ના કામો બિરદાવ્યા હતા