ભરૂચ જિલ્લામાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલ યોજાશે, કરણી સેનાના રાજ શેખાવતે ભરૂચમાં ઉપસ્થિતરહી સમાજને સંગઠિત અંગે પત્રકાર પરિષદ સંબોધી, આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમાજના આગેવાનોને ટીકીટ નહિમળે તો વિપક્ષમાં ઝંપલાવશે : રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારેકરણી સેના દ્વારા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનું આયોજન થનાર છે જેના ભાગરૂપે કરણી સેના રાજશેખાવત એ ભરૂચમાં એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં સમાજને સંગઠિત અને સમાજને એક કરી સમાજનાહોદ્દેદારોને વિધાનસભાની ટિકિટ મળે તે માટે કટિબદ્ધ હોવાનું રંટણ કર્યું હતું શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારાઅઠવાડિયામાં બે દિવસ શનિવાર અને રવિવાર ગુજરાતના જિલ્લાઓ તાલુકાઓ અને ગામડાઓમાં પ્રવાસ કરી સમિતિનું ગઠન કરી કરણી સેના પરિવારની સ્થાપના કરી સમાજને સંગઠિત કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યુ છે
જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાંકરણી સેના રાજ શેખાવત એક પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં આગામી ૨૯મીના રોજ ભરૂચ અંકલેશ્વરના પ્લોટ નંબર૯૦૦ યોગી એસ્ટેટની બાજુમાં જીઆઇડીસી ખાતે સાંજે ૪ થી ૬ મહારેલી અને સાંજે ૬થી ૯ મહા સંમેલન યોજાશે જેમાંસમાજના લોકોને સંગઠિત અને સંગઠિત કરવાના પ્રયાસો કરવામાં આવનાર હોવાનું રટણ કર્યું હતું કરણી સેનાના સ્થાપક રાજશેખાવતની ઉપસ્થિતિમાં સાઉથ ગુજરાત પ્રેસિડેન્ટ તરીકે જીતેન્દ્રસિંગ રાજવંત, સેનાપતિ સાઉથ ગુજરાત તરીકે ભગતસિંગડોડીયા, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ધ્રુવરાજસિંગ સિંધા, ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે ક્રિપાલસિંહ વાઘેલા તથા મીડિયા કન્વીનર તરીકે જીતેન્દ્રભાઈ રાણાની નિયુક્તિના પત્ર એનાયત કરી વધુ લોકોને સંગઠિત કરવા માટેના આહવાનો કરાયા હતા…