ઉત્તર ગુજરોતમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમી, ઉકળાટથી રાહત નહીં મળેઉત્તર ગુજરોતમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમી, ઉકળાટથી રાહત નહીં મળે અસાની વાવાઝોડાની અસર પૂરી થતાં ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ રહ્યોછે. જેના કારણે માત્ર 2 દિવસમાં હવામાં ભેજનું પ્રમાણ 10 થી 25 ટકા સુધી વધ્યું છે.
શનિવારે સવારે 71 ટકા અનેબપોરે 31 ટકા ભેજ રહેતાં ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. બીજી બાજુ બદલાયેલી પવનની દિશાના કારણેશનિવારે મુખ્ય 5 શહેરોના તાપમાનમાં અડધા ડિગ્રીની વધ-ઘટ થતાં તાપમાન 40.6 થી 42.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. 42.6 ડિગ્રી સાથે હિંમતનગર સતત ત્રીજા દિવસે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.