જુનાગઢ જિલ્લાના કેશોદના માણેકવાડા માલબાપા મંદિરે શ્રીમાલબાપા નાગદેવતાની પુનઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા શીવજીમંદિરના જીર્ણોદ્ધાર નિમીતે હવન યજ્ઞ લોક ડાયરો યોજાયો હતો. કેશોદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ માલબાપાનું મંદિરસૌરાષ્ટ્ર ભરમાં સુપ્રસિદ્ધછે અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવેછે શ્રાવણ મહીનામાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવેછેઅસંખ્ય ભાવીક ભક્તો પગપાળા માલબાપાના મંદિરે દર્શનાર્થે આવેછે માણેકવાડા માલબાપા મંદિર ટ્રસ્ટ તથા માણેકવાડા ગામ સમસ્ત આયોજીત શ્રીમાલબાપા નાગદેવતાની પુનઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા શીવજી મંદિરના જીર્ણોદ્ધાર નિમીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં હેમાંદ્રી શ્રવણ દેવ પુજન અમરણીમંથનની અગ્નિ સ્થાપન શોભાયાત્રા પ્રાણપ્રતિષ્ઠા બીડુ હોમ ભોજન પ્રસાદી તથા રાત્રીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્યકાર દેવાયતખવડ સંતવાણી કલાકાર બિરજુ બારોટ સંતવાણી કલાકાર ઉર્વશી રાદડીયા સહીતના કલાકારોએ લોક ડાયરો રજૂ કર્યો હતો. લોકડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડાયરામાં કલાકારો ઉપર રૂપીયાનો ઘોર કર્યો હતો સમગ્ર કાર્યક્રમમાં તનમન ધનથી સાથ સહકાર આપવા બદલ તમામ લોકોનો શ્રીમાલબાપા મંદિર ટ્રસ્ટ તથા માણેકવાડા ગામ સમસ્ત વતી આભાર વ્યક્ત કર્યો હતો