જામનગર જિલ્લાની પત્રકાર એકતા પરિષદ મિટિંગ સર્કિટ હાઉસ જામનગર ખાતે મળી હતી. પ્રદેશ અધ્યક્ષ,પ્રદેશ પ્રભારી સહિતઆગેવાનો ની હાજરી માં સર્વાનુમતે નવા જિલ્લા પ્રમુખ તરીકે વિક્રમભાઈ ચુડાસમાની નિમણુક કરવામાં આવી હતી. આકાર્યક્રમ માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ ભાઈ ના નેતૃત્વમાં મળીહતી,જેમાં પ્રદેશ આઇ.ટી.સેલ સમીર બાવાણી પ્રદેશ અગ્રણી મુકેશભાઈ સખીયાં,પ્રહલાદભાઈ ચૌહાણ,ઝોન ૯ નાં પ્રભારીભરતસિંહ રાઠોડ, ઝોન – ૯ ના સહ પ્રભારી શ્રી દિનેશભાઈ કલાલ, ઝોન ૩ સહ પ્રભારી શ્રી અમિતભાઈ પરમાર સહિતઆગેવાનો ની હાજરી અને સ્થાનિક વરિષ્ઠ પત્રકારો ની હાજરી માં પ્રદેશ અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ નો પ્રારંભ કર્યો હતો. ઉપસ્થિત મહેમાન શ્રી મંચસ્થ મહાનુભવો નું પુષ્પગુચ્છ અને પુષ્પહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ને આગળવધારતા પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા દ્વારા પોતાના શાબ્દિક ઉદ્દબોધન માં જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બર 2019 નાંદિવસે ગાંધીનગર ખાતે પ્રથમ બેઠક યોજાઇ હતી અને આજ દિન સુધી માં ગુજરાત નાં મોટાભાગ નાં જિલ્લાઓમાં બીજા અનેત્રીજા તબક્કા ની બેઠકો યોજી સંગઠન ને મજબૂત કરવાનું કાર્ય પત્રકાર એકતા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. અને નજીકનાસમય માં માત્ર બાકીના 3 જિલ્લાઓ ની સંગઠન ની કારોબારી ની રચના કરી પૂર્ણ ગુજરાત માં 33 જિલ્લા અને 252તાલુકાઓ માં પત્રકાર એકતા સંગઠન ની કારોબારી પૂર્ણ કરી પત્રકાર એકતા સંગઠન નાં પ્રયોજક અને સ્વપ્ન દ્રષ્ટા મર્હુમ સલીમભાઈ બાવાણી ને સાચી શ્રઘ્ધજલી આપી એક મહા અધિવેશન નું પણ આયોજન કરવાનું છે.