અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોના સેવન અને વેચાણ સામે પોલીસ તંત્રે લાલ આંખ કરીને સાવરકુંડલામાં ભોંકરવા ગામેઅમરેલી SOG એ દરોડો પાડીને 32 કિલો ઉપરાંતનો ગાંજા સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો. ખેડૂતોના ખાતર નાખવાનાબાચકામાં છે નશીલો ગાંજો. અમરેલી SOG ને મળેલ બાતમીને આધારે સાવરકુંડલાના ભોંકરવા ગામમાં સીમાડે ગોરી ટોપરા સીમમાં રેઇડ કરીને કાનાભાઈ નથુભાઈ શેંડા ને 32 કિલો જેટલા ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો
ગાંજો ક્યાંથી લાવ્યો ને કોનેકોને વેચાણ કર્યું કેટલા ટાઇમથી આ નશીલા ગાંજા નું વેચાણ કરતો હતો તે અંગે પોલીસે સધન પૂછપરછ શરૂ કરી છે ગત રાત્રેઅમરેલી SOG ભોંકરવા ત્રાટકી હતી ને કાનાભાઈ શેંડા ને પકડી ને ખાતર ના બાચકા માં રાખેલ નશીલો ગાંજો જેની કિંમત 3લાખ 38 હજાર ની હોય ને ગાંજો જોખવા માટે કાંટો પણ પોલીસે કબજે કરીને સાવરકુંડલા ડી.વાય.એસ.પી. કે.જે.ચૌધરીએ પ્રેસ કોનફરન્સ કરીને સમગ્ર વિગતો જણાવી હતી