સુરત કતારગામમાં પ્રેમ લગ્ન બાદ અલગ રહેતી પત્ની ની ગોળી મારી હત્યા કરનાર હત્યારા પતિની સુરત પોલીસે બિહારથી ધરપકડ કરી હતી. સુરતમાં પ્રેમ લગ્ન બાદ 7 વર્ષથી અલગ રહેતી પત્નીની બાળકોની સામે હત્યા કરનાર પતિની ધરપકડની ધરપકડ કરવામાં આવી છે . છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતેના વિખવાદમાં સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પત્નીની ત્રણ ગોળી મારી હત્યા કરનાર યુવાનની કતારગામ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે . ફાયરીંગ કરનાર પતિની બિહારમાં પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરી હતી .
બાળકોની સામે જ ત્રણ ગોળી મારી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં ગત 23 ફેબ્રુઆરીની મોડીરાત્રે અલગ રહેતી પત્ની ટીના પર પતિ અખીલેશકુમાર મૌલેશ્વરપ્રસાદ સીંગએ બાળકોની સામે જ ત્રણ ગોળી મારતા ટીનાને છાતી , પેટ , કોણી અને ઘૂંટણમાં ઇજા થઈ હતી . 16 વર્ષ અગાઉ પ્રેમલગ્ન બાદ સાત વર્ષથી પતિથી અલગ રહેતી ટીનાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી . છૂટાછેડા અને પુત્રને સાથે રાખવા બાબતે ટીના સાથે અવારનવાર ફોન પર ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતો અખીલેશ ફાયરીંગ કરી ફરાર થઈ જતા કતારગામ પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી