સાબરકાંઠા જિલ્લાના ઈડરના મોહનપુરા કુશ્કીની હદમાં ૨૦૧૩-૧૪ માં સરદાર આવાસ યોજના હેઠળ બનાવેલા આવાસો તોડી પાડવામાં આવી છે. રક્તપિત વસાહતના લાભાર્થીઓને સરદાર આવાસ યોજના હેઠળ મકાનો બનાવી આપવામાં આવ્યા હતા, ત્યારે આ આવાસ વસાહતો તોડી પાડવામાં આવી છે.
સરદાર આવાસ યોજનામાં ૧૮ આવાસો માંથી ૮ આવાસો બિલ્ડર દ્વારા મંજૂરી વગર તોડાતા લાભાર્થીઓમાં રોષ ભભૂકયો હતો. ડી.પી રોડ નિકળતો હોવાથી લાગતા વળગતા વિભાગની પૂર્વ મંજુરી લીધા વગર આવાસમાં બનાવેલા મકાનો બિલ્ડર દ્વારા તોડી પડાતા રોષ જોવા મળ્યો હતો. લાભાર્થીઓએ આ મામલે પંચાયત સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકા તેમજ પ્રાન્ત કચેરી ખાતે રજૂઆત કરી હતી.