સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત આરટીઓ કચેરી ખાતે વારંવાર અરજદારો દ્રારા આક્ષેપ મુકવામાં આવે છે ત્યારે એક મહિલા દ્રારા પૈસા માગ્યાનો આક્ષેપ કરાયો હતો… અમદાવાદ ની મહિલા અમે તેમના પતિ આરટીઓ કચેરી ખાતે વાહન ટેસ્ટ આપવા આવ્યા હતા અગાઉ એક વખત ટેસ્ટમાં ફેઈલ થયા ત્યારબાદ બીજા ટેસ્ટમાં બાઈક ટેસ્ટમાં પાસ થયા અને કાર ટેસ્ટમાં ફેઈલ થયા તો આ ઉપરાંત આજે ફરી ટેસ્ટ આપવા માટે હિંમતનગર આરટીઓ કચેરી ખાતે આવેલ હતા પરંતુ આજે અવાજ ન સંભળાતા કાર ઉભી રાખી અને નીચે ઉતારી એટલામાં જ ફેઈલ કરી દેવામાં આવ્યા હતા… જેની રજુઆત કરવા માટે અઘિકારી પાસે જતા અધિકારીએ પોલીસ ફરિયાદ ની ધમકી આપી તો.
અહિના એજન્ટો દ્રારા લાઈસન્સ કઢાવવાના ૩૫૦૦ રૂપિયાની પણ માંગ કરાઈ હતી તો રૂપિયા કેમ આપવા આ મામલે પુછતા એક અધિકારી ૫૦ લાખ આપીને અહિ નોકરી કરે છે એટલે એમને પણ પૈસા આપવા પડે છે એમ કહીને માંગણી કરાયા નો આક્ષેપ પણ મહિલા દ્રારા કરાયો હતો… તો સમગ્ર મામલે આરટીઓ અધિકારી નો સંપર્ક સાધના તેમને મીડીયા સમક્ષ મગ નુ નામ મરી પણ ન પાડ્યુ હતુ અને કંઈ પણ નિવેદન આપવાની ના પાડી દીધી હતી તો પ્રશ્ન એ ઉભો થાય છે કે શુ કર્મીઓ આ ભષ્ટાચાર કરે છે કે કેમ જો એવુ ના હોય તો નિવેદન આપતા કેમ અચકાય છે