રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે, રોજે કોઈને કોઇ જગ્યાએ અકસ્માત સર્જાવાના બનાવો બની રહ્યા છે. આવા અકસ્માતમાં લોકોના જીવ પણ જતાં હોય છે. રાજયમાં થતાં અકસ્માતના કારણની જો વાત કરવામાં આવે તો ગફલતભર્યા ડ્રાઇવિંગ કે પછી ઓવર સ્પીડને કારણે અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતના મામલામાં અમરેલી જિલ્લો પણ અગ્રેસર છે, અમરેલી જિલ્લામાં પણ છાસવારે અકસ્માતના બનાવ બને છે.
ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના બગસરા નજીક 2 કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. બગસરાના મોટા મુંજીયાસર નજીક બે ફોરવ્હીલ ગાડી સામસામે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બંને કારમાં સવાર 4 વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી. 108 મારફતે ઇજાગ્રસ્તોને બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.