આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નવસારી શહેરમાં મત્સ્ય પાટીદાર વાડી ખાતે નર્સ ની અમૂલ્ય સેવા બદલ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું. તારીખ ૧૨ મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નવસારી શહેરમાં મત્સ્ય પાટીદાર વાડી ખાતે નર્સ ની અમૂલ્ય સેવા બદલ સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું એક દર્દી ને નવું જીવન આપવામાં ડોક્ટર નું જેટલું યોગદાન હોય છે તેટલું જ યોગદાન નર્સ નું પણ હોય છે.
એક નર્સ પોતાની ચિંતા કર્યા વિના દર્દીઓ ની તન મન થી સેવા કરતી હોય છે નર્સ બહાદુરી અને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવે છે તેનું જીવંત ઉદાહરણ બધાએ કોરોના કાળ દરમિયાન જોયું છે જ્યારે દર્દીઓ ને બીમારી નાં દુઃખ માં કોઈની જરૂર પડે ત્યારે નર્સ સૌથી પહેલા તેમની મદદે આગળ આવે છે આ પ્રકારે નર્સ ની અમૂલ્ય સેવા નું મહત્વ સમજાવવામાં આવ્યું અને ફરજ બજાવતી નર્સો નું સન્માન કરવામાં આવ્યું અને નર્સિંગ ની તાલીમ મેળવતી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યું હતું
આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે નર્સો નું સન્માન કરનાર સંસ્થા પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ ગરીબ, નિસહાય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તાલીમ આપે છે અને નોકરી પણ આપવાની કામગીરી કરે છે આ કાર્યક્રમ માં નવસારી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ.અલ્પેશભાઈ પટેલ, RBSK મેડિકલ ઓફિસર શ્રી. નિકુંજભાઈ પટેલ, તેમજ આંગણવાડી ની બહેનો, અને સ્ટુડન્ટ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યાં હતા અને પ્રગતિ એજ્યુકેશન ટ્રસ્ટ ના ફાઉન્ડર અબરારભાઈ મલિક નો તમામ આવનાર મહાનુભવો અને સ્ટુડન્ટએ આભાર માન્યો હતો