પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની બાકરોલ શાળાના કર્મનિષ્ઠ શિક્ષક દિનેશભાઇ પ્રજાપતિને ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક ચિત્રકૂટ એવોર્ડ-૨૦૨૧ એનાયત કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના મહુઆ તાલુકાના તલગાજરડા ચિત્રકુટધામ ખાતે પરમ પૂજ્ય વિશ્વ વંદનીય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ-૨૦૨૧,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માનપત્ર અને પચ્ચીસ હજાર ધનરાશીનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા શિક્ષણક્ષેત્રે વિવિધ નવતર પ્રયોગો,રમકડાં મેળા,,બાળ મેળા,સંશોધન ક્ષેત્રે તેમજ સાહિત્ય ક્ષેત્રે વિશેષ કામગીરી કરી તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ બાકરોલ શાળાનું ગૌરવ વધાર્યું છે.
તેમના દ્વારા સમાજોત્થાન માટેના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે.કન્યા કેળવણીને પ્રોત્સાહન તેમજ જન જાગૃતિ માટે વિવિધ કાર્યો કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા કોરોના મહામારી દરમ્યાન કરવામાં આવેલ શૈક્ષણિક અને સામાજીક કામગીરીની નોંધ રાજ્યકક્ષાએ લેવામાં આવી હતી.તેઓ બાળકેન્દ્રી શિક્ષણ સાથે વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ મૂલ્યલક્ષી કાર્યો કરી રહ્યા છે.બાળદેવો ભવના ઉદ્દેશ્યથી એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમની કામગીરીને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના ગૌરવશાળી ચિત્રકૂટ એવોર્ડ-૨૦૨૧માટે તેમની પસંદગી કરવામાં આવી છે.જે બદલ તેઓ દ્વારા કર્મભૂમિ બાકરોલ ગામ,શાળાના આચાર્ય, શાળા પરિવાર બાકરોલ તેમજ તાલુકા, જિલ્લા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.