રાજ્યમાં સૌથી ગંભીર સમસ્યા હોય તો એ છે રોડ રસ્તા પર અડિંગો જમાવતા ઢોર. અવાર નવાર અકસ્માતોની ઘટનાઓમાં મોટેભાગે રખડતા ભટકતા પશુઓમાં બળદ આખલાઓથી અકસ્માતોની દુર્ઘટનાઓ ઘટતી હોય ત્યારે અમરેલી જિલ્લાના વડિયા ગ્રામ પંચાયતના સરપંચે નવતર પહેલ કરીને ટ્રસ્ટ સંચાલિત ગોવર્ધન ગૌશાળામાં રખડતા ભટકતા 7 બળદ આખલાઓ રાખીને રખડતા ભટકતા ઢોરના ત્રાસ માંથી મુક્તિ આપવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
ગોવર્ધન ગૌશાળામાં 140 જેટલી લુલી લંગડી અને આંધળી ગાય માતા ની સેવા કરવામાં આવે છે પણ ગાય માતાની સેવા ચાકરી સાથે વડીયાના સરપંચ ઢોલરીયા ને રોડ રસ્તાઓ ઓર રખડતા ભટકતા અને અવારનવાર અકસ્માતોને આમંત્રણ પાઠવતા બળદ અખલાઓના ત્રાસ માંથી ગામને છુટકારો અપવવા માટે ગૌશાળામાં 7 જેટલા બળદ આખલાઓ ગામ માંથી પકડીને ગોવર્ધન ગૌશાળા રાખવામાં આવ્યા છે
ગૌશાળાના ટ્રસ્ટી અને વડિયાના સરપંચ મનીષ ઢોલરીયા ની ઈચ્છાઓ ફક્ત આવા રખડતા ભટકતા બળદ આખલાને કારણે અનેક માનવ જીંદગીઓના દિપક બુઝાઈ જતા હોય ત્યારે આવા મૂંગા પશુ બળદ આખલાઓને જો ગૌશાળામાં ગાય મતા સાથે દરેક ગૌશાળાઓ 5 7 રાખે તો આખા ગુજરાત રાજ્ય માંથી રખડતા ભટકતા ઢોરોના ત્રાસ માંથી મુક્તિ મળી જાય સાથે બળદ આખલાઓને પણ નવું જીવન મળે તેવો નવતર પ્રયોગ શરૂ કરીને 7 બળદ આખલાને વડીયાની ગોવર્ધન ગૌશાળા માં રાખીને નવતર પહેલ કરીને અન્ય ગૌશાળાઓ દ્વારા રખડતા પશુઓને સાચવે તો રખડતા પશુઓની સમસ્યા માંથી મુક્તિ મળે તેવો ઉમદા વિચાર ખરા અર્થમાં સાર્થક સાબિત કર્યો છે