અમરેલીમાં અવાર નવાર સિંહો લટાર મારતા જોવા મળે છે.ત્યારે અમરેલી-ધારીના ખોડિયાર ડેમ નજીક 6 સિંહોએ ભર ઉનાળે બળબળતા બપોરે લટાર મારતા જોવા મળ્યા હતા. ત્યારે આ દુર્લભ ઘટના કેમેરામાં કેદ થઈ હતી ત્યાર બાદ આ વિડીઓ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાણી પીવા ખોડિયાર ડેમે પહોંચેલ સિંહો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે.
ધારી સફારી પાર્ક નજીક જ જંગલ વિસ્તારના 6 સિંહો ડેમે પાણી માટે પહોંચ્યા હતા. ત્યારે વાહન ચાલકોને આવતા જોઈ 6 સિંહોએ દોટ લગાવી હતી. ત્યારે સિંહોનું ટોળું દોડતું દોડતું જંગલ તરફ રવાના થતું મોબાઈલમાં કેદ થઇ ગયું હતું. સિંહોના સામ્રાજ્ય ભર્યા ધારી ગીરના ખોડિયાર ડેમનો વીડિયો વાયરલ થઇ રયો છે. મહાતાવનું છે કે અહીંથી પસાર થતા વાહનચાલકો સિંહનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં હોય છે