સુરતના નવાપુરા કોટસફિલ રોડ પર બળિયા દેવની ભવ્ય શોભાયાત્રા નીકળી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોટવિસ્તારમાં પરંપરા મુજબ દર વર્ષે બળિયાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળે છે . નવાપુરા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા ઠેરઠેર ફળ્યા બાદ ઉધના ગામ સ્થિત મંદિરે પહોંચે છે બળિયાદેવની શોભાયાત્રા પૂર્વે નવાપુરામાં જ ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમોની ભરમાર પણ જોવા મળે છે .
તળ સુરતના લોકોમાં બળિયાદેવની શોભાયાત્રા આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે . તળસુરતીઓ એવા રાણા સમાજ , ખત્રી સમાજ અને મોઢવણિક સમાજના લોકોમાં ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી પુરાવાની સાથે જ શોભાયાત્રામાં બળિયાદેવના દર્શન કરવાનું અનેરું મહત્ત્વ છે . જોકે , કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે વર્ષથી બળિયાદેવની શોભાયાત્રા અને ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઇ શક્યું ન હતું . જેને પગલે ભક્તોમાં પણ નિરાશા જોવા મળી હતી . જ્યારે આ વર્ષે કોરોના નિયંત્રણો હળવા થવાની સાથે જ બળિયાદેવની ઠાઠમાઠ સાથે શોભાયાત્રા કાઢવાનું આયોજન કરાયું હતું