ખેતીવાડી ગુણવત્તા વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની ચાર અલગ અલગ જીનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આનંદ, એવરેસ્ટ, વિશ્વાસ અને યોગેશ્વર જીનીંગ એન્ડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં ગાંધીનગર અને હિંમતનગરની ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સીડસના કુલ ૩૪ શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
અને આ સેમ્પલને HT – BT ટેસ્ટ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે ખેતીવાડી ગુણવત્તા વિભાગ દ્વારા આ ચાર જીનોમાંથી અંદાજિત ત્રણ કરોડના 18757 કિલો સીડ્સનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો.. ત્યારે ક્વોલિટી કન્ટ્રોલ વિભાગની આ કાર્યવાહીને પગલે જીનિંગ મિલોમાં સોપો પડી ગયો હતો