પંચમહાલ જિલ્લાના ભાણપુરા ગામના વિનોદભાઇ બારીયાની પ્રેરણાદાયક શક્ક્રરટેટીની આધુનિક બાગાયત ખેતી જિલ્લામાં પ્રથમ મલ્ચીંગ સાથે મંડપ પર શક્ક્રરટેટીની ખેતી કરી વિનોદભાઇએ અન્ય ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લઇ તરબુચ, મરચી, ટામેટા ની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી છે. પંચમહાલ જિલ્લાનાં જાબુઘોડા તાલુકાના ભાણપુરા ગામનાં પ્રગતિશીલ ખેડૂત વિનોદભાઇ ભીમસીંગભાઇ બારીયા તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ૬ એકર જમીનમાં શાકભાજી અને ફળોની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી છે. વિનોદભાઇ બારીયા પ્રતિભાવ આપતાં જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષથી બાગાયતી ખેતી સાથે સંકળાઇ બાગાયત વિભાગનું માર્ગદર્શન મેળવી મે પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથો સાથ શાકભાજી અને ફળોની આધુનિક બાગાયત ખેતી તરફ વળ્યો છું.
આ અગાઉ પરંપરાગત ખેત પધ્ધતિ અપનાવીને ઓછું ઉત્પાદન મેળવતો હતો, પરંતુ બાગાયત ખાતાના સંપર્કમાં આવતા તાલીમ, પ્રેરણા પ્રવાસ અને કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી નીત નવી ટેક્નોલોજીથી માહિતગાર થવાને લીધે પ્રથમ શરૂઆત કરતા મે ડ્રિપ ઇરીગેશન પધ્ધ્તી સાથે મરચી, ટામેટી તથા શાકભાજીની ખેતી કરતો હતો. ત્યાર પછી પ્લાસ્ટીક મલ્ચીંગ સાથે મે તરબુચ ની ખેતી કરી હતી.
ખેતી માટે મલ્ચીંગ, હાઇબ્રીડ બીયારણ અને અર્ધ કાચો મંડપ બનાવવાની અને વિવિધ યોજનાઓની પ્રોત્સાહક સહાય બાગાયત ખાતા દ્વારા મેળવી હતી. આમ ૧૦ ગુંઠાના વિસ્તારમા કુલ બે લાખ ના ખર્ચ સામે અંદાજીત કુલ પાંચ લાખ ની આવક થવાનો અંદાજ છે.આમ કુલ ત્રણ (૩) લાખ નો ચોખ્ખો નફો ૧૦ ગુંઠા માં મને મળશે. મે પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતમાં પણ આ આલીયા, મધુમતી, મીનાક્ષી, રોમીયા શક્ક્રરટેટી બાગાયતી પાકની પ્રથમ ખેતી કરેલ છે.
સાથો સાથ તેઓ જણાવે છે કે બાગાયત ખેતીમાં જી.જી.આર.સી દ્વારા ટપક-સિચાંઇ, સંકલીત પોષણ વ્યવસ્થાપન, સંકલીત જીવાત નિયંત્રણ, ગ્રેડીંગ પધ્ધતિ વગેરે જેવી જાણકારી મેળવીને તેને ખેત પધ્ધતિમાં અમલમાં મુકવાને લીધે જૈવિક કલ્ચર, બાયો-કંપોષ્ટ, માઇક્રો ન્યુટ્રીયન્ટ ખાતરનો ઉપયોગકરી રાસાયણીક ખાતરના વપરાશમાં ઘટાડો થવાને લીધે ખેતી ખર્ચ અને ખાતર ખર્ચ પણ ઘટી જવાથી હું હવે એકંદરે સારી આવક મેળવી રહ્યાં છે. મારા આ સાહસ માટે ક્રોપ કવર માટે બાગાયત વિભાગ દ્વારા પ્રોત્સાહન માટે મદદરૂપ થવા પુરતી ખાત્રી આપેલ છે.