જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં રેલ્વે ફાટક પાસેના કામ માટે જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા દ્વારા ગ્રાન્ટ ફળવાઈ. જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા દ્વારા રૂ દસ લાખ ની ગ્રાન્ટ ફાળવતા લોકો માં ઉત્સાહ. તાજેતર માં માળીયા હાટીના રેલ્વે ફાટક પાસે રસ્તો સાંકળો હોવાથી સામસામે વાહન ભેગા થવાથી અકસ્માત થવાનો ભય રહે છે.
ટુકા સમય પહેલા એક કાર પલ્ટી મારી જતા આ સમાચાર જુનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, માળીયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા,માળીયા હાટીના ગ્રામ પંચાયત ના સરપંચ જીતુભાઇ સીસોદીયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, સહિત ના આગેવાનો ને મળતા આવા અકસ્માત ને અટકાવવા માટે તમામ આગેવાનો એ રેલ્વે વિભાગના અધિકારી ને જાણ કરતા અધિકારી દોડી ગયા હતા.
તેમજ જૂનાગઢ જીલ્લા પંચાયત ના ઈનજીનીયર પણ દોડી ગયેલ તમામ આગેવાનો ની ઉપસ્થિતિ માં અધિકારીઓ પાસે તાત્કાલિક રોડ પહોળો અને નવો પુલ તેમજ ફાટક ની બંને સાઈડ દીવાલ સહિત નું સર્વે કરાવી ફટાફટ એસ્ટીમેન્ટ બનાવવમાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા દ્વારા તાત્કાલિક રૂ દસ લાખ ની ગ્રાન્ટ ફાળવતા તમામ આગેવાનો નો ગ્રામજનોએ તેમજ માળીયા હાટીના સરપંચ જીતુ ભાઈ સીસોદીયા એ પણ આભાર વ્યક્ત કર્યો