રાજકોટ જિલ્લાના જામકંડોરાણા પંથકમાં આવેલ ભાદર ડેમમાથી એક યુવાનની લાસ મળી આવતા ચકચાર મચી જવાપામી છે. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના જામકંડોરણા વેગડી ના ભાદર ડેમ માથીયુવાન ની લાશ મળી આવી હતી. ધોરાજીમાં રહેતો અમીત ભાઈ ગજેરા ઉ24 નામ નો યુવાન બે દિવસ થી પોતાના ઘરે થી નિકળેલ હતો જે પરત ન આવતા ત્યારે આજરોજ સવારે શોધખોળ કરતા જામકંડોરણા
અને ધોરાજી વચ્ચે આવેલ વેગડી ભાદર ડેમ માથી તેમની લાશ મળી આવી હતી. જામકંડોરણા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ ને પી એમ માટે જામકંડોરણા સરકારી હોસ્પિટલ મા ખસેડાયો હતો. હાલ ક્યા કારણોસર આયુવાન ની લાશ મળી તેની જામકંડોરણા પોલીસ તપાસ હાથ ધરવામા આવેલ છે. યુવાનની હત્યા કે આત્મહત્યા તે મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.