સોશિયલ મીડિયામાં રાજકોટની ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ અને વોર્ડનનો એક વીડિયો વાઇરલ થયો છે.જેમાં તેઓ રસ્તા પર ખાડો બુરતા હોવાનો વિડિયો વાઇરલ થઇ રહ્યો છે, હાલ સમગ્ર શહેરમાં આશરે ૭ જેટલા બ્રીજ નવ નિર્માણ પામી રહ્યા છે જેને લઇ આજુ બાજુના રસ્તાઓ બિસ્માર બન્યા છે જો કે મહાનગરપાલિકા તો સામાન્ય રીતે જ્યારે બ્રિજનું કામ પૂર્ણ થશે ત્યારે રસ્તાઓનું સમારકામ કરશે પરંતુ જેના કારણેઘણા સમય સુધી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે ત્યારે હાલ જો આ વીડિયોની વાત કરવામાં આવે તો આ વીડિયો શહેરના માધાપર ચોકડીનો છે
જ્યાં રસ્તા પર ખાડો પડી જતાં લોકોને હાલાકી નોસામનો કરવો પડતો હતો અને અકસ્માત સર્જાવાની ભીતિ પણ હતી જે વાત ત્યાં ટ્રાફિક શાખામાં ફરજબજાવતા હેડ કોન્સટેબલ નિતિનદાન ગઢવી અને તેમની સાથે રહેલા trb જવાન રવિરાજસિંહ જાડેજાતથા હિતેન્દ્ર સિંહ જાડેજાને ધ્યાને આવતા પોતે રસ્તા પર જઈને ખાડો બુર્યો હતો. હાલ જે કામ રાજકોટમનપાનું છે તે કામ ટ્રાફિક પોલીસના જવાનોએ કર્યું હતું જેનો કોઈ વાહન ચાલકે વિડિયો ઉતાર્યો હતો અનેતે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે ત્યારે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ મેન અને trb જવાનોની આ કામગીરીની ખુબ સરાહના થઈ રહી છે.