મહેસાણા પંથકના કડી શહેરમાં આવતી આજથી ત્રણ દિવસ સુધી વર્ષોથી સરકારી જમીન ઉપર અડીંગો જમાવીને દબાણ કરનાર લોકો ઉપર પાલિકા દ્વારા તવાઈ લાવવામાં આવી રહી છે. કડીપાલિકા દ્વારા તા.9, 10 અને 11ના રોજ ત્રણ દિવસ સુધી શહેરના જૂદા જૂદા વિસ્તારમાં થયેલાદબાણ દૂર કરવામાં આવનાર છે. કડી પાલિકા દ્વારા 116થી વધારે દબાણકારોને નોટિસ આપીસ્વેચ્છાએ દબાણ દૂર કરવાનું જણાવ્યું છે. પરંતુ ઘણા વર્ષોથી સરકારી જમીનમાં અડીંગો જમાવીનેબેઠેલા લોકો ગાઢ નિંદ્રામાં પોઢી રહેતા પાલીકા એક્શન મોડમાં આવી ગયી છે. પાલિકા દ્વારા 116થીવધારે દબાણકારોને નોટિસ આપી ત્રણ દિવસ સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
કડી પાલિકા દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે શહેરમાં હાઇવે ચાર રસ્તા સિવિલ કોર્ટ ની આજુ બાજુ, કસ્બા વિસ્તાર, પીર બોરડીવિસ્તાર, પટેલ ભુવન, ગાંધી ચોક, ભાગ્યોદય હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં પાલિકાના 60 જેટલાકર્મચારીઓ દ્વારા જોડાઈ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ત્રણથી ચાર વર્ષઅગાઉ દબાણ ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યારે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.જેમાં જાહેર માર્ગો ઉપર લારી ગ્લલા પાથરણાં, ઓટલા, પગથિયાં જેવા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે.