વડોદરા શહેરના વિવિધ જળાશયોમાં દુષિત પાણીને કારણે જળચર જીવોના મોત થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. અગાઉ સુરસાગર અને કમલાનાગર તળાવમાં પણ માછલીઓ ના મોતનાકિસ્સા સામે આવ્યા છે. ત્યારે આજે શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયાર નગર તળાવમાંમાછલીઓ મરવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તળાવો ના બ્યુટીફીકેશનપાછળ કરોડોનું આંધણ કરનાર પાલિકા તંત્ર હાલ નિષ્ફળ નીવડ્યું છે. તળાવો ના બ્યુટીફીકેશન ના નામે આસપાસના વિસ્તારની સુંદરતા તો વધારી પણ તળાવનું પાણી શુદ્ધ કર્યું નથી.
આજે પણ અનેક તળાવોમાં ડ્રેનેજના દુષિત પાણી છોડવામાં આવે છે. જેને લઈને તળાવમાં રહેલા જળચર જીવોના મોતથવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે.આજે શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા ખોડિયારનગર તળાવમાં માછલીઓ ના મોત થી અતિશય દુર્ગંધ ફેલાઈ છે. માથું ફાટી જાય તેવી દુર્ગંધથી આસપાસના રહીશો પરેશાન થઈ ગયા છે.મોટી સંખ્યામાં માછલીઓ ના મોત થતા પાણીની સપાટી પરમૃત માછલીઓ તરી આવી છે. જ્યારે બ્યુટીફીકેશન ના નામે કરોડોના ખર્ચ બાદ તળાવની જાળવણી નહીં થતી હોવાના આક્ષેપ શિવસેના ના શહેર ઉપાધ્યક્ષ તેજસ બ્રહ્મભટ્ટે કર્યા હતા.