ઈડર થી વડાલી તરફ વિહાર કરી ચાલતાં જતા જૈન સાધ્વીજીને અજાણ્યા વાહને અડફેટે લેતાંગંભીર ઈજાઓ થઇ હતી.જૈન સાધ્વીજી સાથે વિહાર કરતા શ્રાવીકા યુવતીને પણ ગંભીરઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. છેલ્લાં કેટલાક સમયથી મંથર ગતિએ ચાલતાં હાઈવેરોડનાં કામનાં કારણે ગોઝારો દ્વારા અકસ્માત સર્જાયો હતો. રોડ અકસ્માતમાં જૈન સાધ્વીજીઅને શ્રાવીકા યુવતીનાં મોતનાં સમાચારને લઈ જૈન સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
અકસ્માત થવાના કારણે ઈજાગ્રસ્તોને ઈડરની ખાનગી હોસ્પીટલ ખાતે લવાતાંજૈન સમાજના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ઈડર વડાલી હાઈવે રોડ પર જૈન સમાજનાસાધ્વીજીનાં અકસ્માતની જાણ થતાં ડી.વાઈ.એસ.પી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળેપહોંચ્યો હતો તથા ગંભીર અકસ્માત સર્જી પલાયન થયેલા અજાણ્યાં વાહન ચાલકની પોલિસે શોધખોળ હાથ ધરી છે