હાલોલ તાલુકાના વાસેતી ગામે રહેતો યુવાન ગતરોજ તાડના ઝાડ ઉપર તાડફળી તોડવા માટે ચડ્યોહતો. તે યુવાન તાડના ઝાડ માં ફસાઈ જતા તેને કાઢવા માટે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. છતાં પણતેને બહાર કાઢી ન શકતા હાઈડ્રોક્રેન ની મદદથી નીચે ઉતારી તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલહોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવઅંગે પોલીસને જાણ થતા તેઓ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનોનોંધી તપાસ હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ હાલોલ તાલુકાના વાસેતી ગામે રહેતાદિલીપભાઈ રામાભાઇ ચૌહાણ ઉંમર ૩૯ મૂળ. રહેવાસી મોકળ( કનોડ) તા.કાલોલ ના ઓ ગતરોજ સાંજેછ વાગ્યાના સમયગાળા દરમિયાન તાજપુરા ગામે ખેતરમાં તાડના ઝાડ ઉપર તાડફડી પાડવા માટે ઉપર ચડ્યો હતો
.અને તેનું બેલેન્સ ના રહેતા તેને કમરે બાંધેલા પટ્ટા માં ભરવેલું પડીયું તાડ ના પાઢા માંફસાઈ જતા તેના હાથ પગ છૂટી ગયા હતા.અને તાડ ઉપર લટકી પડ્યો હતો. જેથી તેની સાથે ગયેલાકરણભાઈ પરમાર તાડ ઉપર ચડી તે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે નિષ્ફળ જતા તાત્કાલિકફાયર બ્રિગેડ તથા 108ની મદદથી મેળવી હતી.છતાં પણ તેને ઉતારી ન શકતા હાઈડ્રો ક્રેન ની મદદ લઈદિલીપભાઈ નીચે ઉતારી ૧૦૮ એમ્બ્યુલન્સમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાંઆવ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાન પોલીસેકરતા પોલીસ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોતનો ગુનો નોંધી તેનું પી.એમ કરવી વધુ તપાસ હાથ ધરી છે.