સુરતના 10 વર્ષીય તત્વમ ગાંધીએ 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ નિમિત્તે કેન્સરના દર્દીઓ માટેપોતાના વાળ ડોનેટ કર્યા હતા. કેન્સર પીડિતોને માનસિક રીતે હિંમત આપવા માટે તત્વમે નાની ઉંમરમાં અન્યોને માટે પ્રેરણાદાયી કામ કર્યું છે. તત્વમ કેન્દ્રીય વિદ્યાલય કૃભકોમાં ધો
5માં અભ્યાસ કરે છે, તે સુરતનો અંડર 10નો બેસ્ટ ફૂટબોલ ગોલકીપર પણ છે. ફૂટબોલ પ્લેયર હોવાથી સ્ટાઈલમાટે તે છેલ્લા 6 મહિનાથી વાળ વધારતો હતો, જ્યારે તેના પિતાએ તેને કેન્સરના દર્દીઓની તકલીફો વિષે વાત કરી તો તત્વમ તરત જ પોતાના ફેવરિટ વાળ ડોનેટ કરવા તૈયાર થઈ ગયો.