ભરુચ આમોદ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધ્યું,પર્યાવરણના દુશ્મનો મૃત મરઘાંજમીનમાં દફનાવવાને બદલે ઢાઢર નદીમ ફેંકી જતાં રોગચાળાનો ભય, આમોદના વન વિભાગેમગરોની વધતી જતી સંખ્યાને લઈને સાવચેતીના ભાગ રૂપે અગાઉ થી જ બોર્ડ લગાવ્યું છે. આમોદપાસેથી પસાર થતી ઢાઢર નદીમાં મગરોનું પ્રમાણ વધી જતાં નદીની આસપાસ ખેતી કરતા ખેડૂતોમાંભય ફેલાયો હતો. નદીમાં મગરો જોવા માટે વાહનચાલકો ઢાઢર નદીના બ્રીજ ઉપર જ પોતાના વાહનોથંભાવી દઈ મગરોને કુતૂહલવશ જોવા માટે ઉભા રહી જતા ટ્રાફિક જમણી સમસ્યા પણ સર્જાઈ રહી છે.તેમજ ક્યારેક અકસ્માત થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. ઢાઢર નદીમાં અચાનક અસંખ્ય મગરોજોવા મળતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉભા રહી ગયા હતાં.ત્યારે જાણવા મળ્યું કે આસપાસના પોલ્ટ્રી ફાર્મના સંચાલકો રોગીષ્ઠ થઈ ગયેલી દુર્ગંધ મારતી મૃત મરઘીઓને ઢાઢર નદીમાં ફેંકી જતા મગરો તેનું ભક્ષણ કરવા માટે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતાં.
આમોદના વન વિભાગે મગરોની સંખ્યાને ધ્યાનમાંલઈ અગાઉ થી જ મગરોથી સાવચેત રહેવા માટે બોર્ડ લગાવ્યું છે. અનુસુચિત મોરચાના જિલ્લા ભાજપપ્રમુખે મૃત મરઘાં નાખી જતાં પ્રદુષણ દુશ્મનો સામે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. ભરૂચથીજંબુસર તરફ જતા ભરૂચ જિલ્લા અનુસુચિત મોરચાના પ્રમુખ ચંદ્રનકાન્ત જંબુસરિયાએ જણાવ્યું હતું કેઢાઢ ર નદીમાં મોટી સંખ્યામાં મગરો છે.જેને જોવા માટે લોકો બ્રીજ ઉપર ઉભા રહી જાય છે.અહીંયાનદીમાં પર્યાવરણ દુશ્મનો મૃત મરઘાં નાખીજાય છે.જેનો જમીનમાં દાટીને નાશ કરવાનો હોય છે.એકતરફ સરકાર તેમજ વહીવટી તંત્ર પણ પર્યાવરણ બચાવવા માટે પ્રયાસો કરી રહી છે.મૃત મરઘાંનોનદીમાં નાખતા રોગચાળો પણ ફેલાવાની શક્યતા રહેલી છે.જેથી લાગતા વળગતા વિભાગે આ પર્યાવરણ દુશ્મનો સામે કાર્યવાહી કરવી જોઈએ…