શહેરના કોઠારીયા મેઈન રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ મારૂતિનગર શેરી નં.1માં રહેતા અનેકલ્યાણ જ્વેલર્સમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નાઈટ શિફ્ટમાં નોકરી કરતા રાકેશ નવિનચંદ્રઅધ્યારૂ(ઉ.વ.49)ને બીજા કોઈએ નહીં પરંતુ ખુદ પ્રમિકા કમ પત્ની આશા નાનજી ચૌહાણે કેરોસીન છાંટીજીવતો સળગાવી દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આશાનેસકંજામાં લઈ તેની પૂછપરછ આદરી હતી.તેણે રંગીન મિજાજી પ્રેમી કમ પતિ રાકેશ સતત અન્યમહિલાઓ સાથે ફોન પર વાતચીત કરતો હોવાથી આવેશમાં આવી તેની હત્યા કર્યાની કબૂલાત આપીછે.હાલ ભક્તિનગર પોલીસે આરોપી મહિલાને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરશે તેવું જાણવા મળી રહ્યુંછે. બનાવની વધુ વિગતો અનુસાર,કોઠારીયા રોડ પર મારુતિનગરમાં રહેતા મૃતક રાકેશના સગાભાઈશૈલેશભાઈ નવીનચંદ્રભાઈ અધિયારું(ઉ.વ.44)એ ફરિયાદમાં આશાબેન નાનજીભાઈ ચૌહાણનું નામઆપતા ભક્તિનગર પોલીસના પીઆઇ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે કલમ 302 હેઠળ કાર્યવાહી કરીઆરોપીને સકંજામાં લઈ પૂછપરછ આદરી છે.શૈલેસે ફરિયાદમાં જણાવ્યું હતું કે,રાકેશે પત્ની શિલ્પા સાથે છુટાછેડા થયા બાદ તેમના બંને પુત્રો હાર્દિક અને ભાર્ગવ તેની સાથે જ રહેતા હતા.ત્યારબાદ થોડા સમયપછી તેણે કડીયા જ્ઞાતિના આશાબેન નાનજીભાઈ ચૌહાણ સાથે પ્રેમ સંબંધ બંધાતા તેની સાથે રહેવાનુંશરૂ કર્યું હતું.બન્ને પતિ-પત્નીની જેમ રહેતા હતા.
રાકેશ છેલ્લા ઘણા સમયથી કોઈ બીજી મહિલા સાથેસતત ફોન પર વાતચીત કરતો હતો.જેને કારણે આશા સાથે છેલ્લા અઠવાડિયાથી દરરોજ ઝઘડા થતારહેતા હતા.જેનાથી કંટાળી ગઈકાલે સાંજે આશાએ રાકેશ ઉપર કેરોસીન છાંટી તેને જીવતો સળગાવીદીધો હતો.તેમને મારતા પહેલા તેણે રાકેશને માથામાં કોઈ બોથડ પદાર્થ ઝીંકી પાડી દીધા બાદનિ:સહાય કરી સળગાવ્યાની શક્યતા છે. ગઈકાલે તેનો ભાઈ શૈલેષ કે જે રિક્ષા ચલાવે છે તેણે ભત્રીજાહાર્દિક કે જેને છેલ્લા આઠ મહિનાથી માનસિક બીમારી થઈ ગઈ હતી.તેની માનતા ઉતારવા સાથે પાળગામ રોડ પર આવેલ જખરાપીરની દરગાહે પરિવારના સભ્યો સાથે જવાનું નક્કી કર્યુ હતું. જેથી સાંજેચારેક વાગ્યે તેણે ભાભી આશાને કોલ કરતા રીપ્લાય આપ્યો ન હતો.એટલું જ નહીં ભત્રીજા ભાર્ગવને ફોનકરતા તેણે પણ રિસીવ કર્યો નહતો.પરિણામે શૈલેષ પોતાના ઘરે આવ્યો હતો અને નજીક રહેતા પ્રજ્ઞેશનેલઈ માતા નંદનબેનને લેવા દિપ્તીનગર ગયો હતો.ત્યાંથી ભત્રીજા હાર્દિક તથા માતાને લઈ મવડી ગયો હતી.જ્યાંથી બધા જખરાપીરની દરગાહે ગયા હતા. આ બધાની સાથે આશા પણ જવાની હતી.પરંતુ તેણેદેરાણી હિનાને ઘરનું થોડુ બારણું ખોલી પોતે આવી શકશે નહીં તેવું બહાનુ કાઢ્યું હતું.ત્યારબાદ પરિવારના સભ્યોને પાડોશીએ રાકેશ ઘરમાં સળગ્યાની જાણ કરી હતી. જેથી બધા ઘરે દોડી આવ્યા હતા.