વડોદરા વાસણા રોડ વિસ્તારમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.પોલીસેબે જણાની અટકાયત કરી સંચાલક ધવલ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો છે. વાસણા રોડ ના સ્મશાન ગૃહપાસે અર્બન વન કોમ્પલેક્ષમાં કેપરી સ્પા ની આડ માં વિદેશી યુવતીઓને લાવી ગોરખ ધંધા ચાલી રહ્યાહોવાની આ વિગતોને પગલે પી.આઈ એન ડી સોલંકી અને સ્ટાફે વોચ રાખી હતી.સ્પામાં 1200 થી 1500રૂપિયા એન્ટ્રી ફી અને ત્યારબાદ ગ્રાહકો પાસેથી યુવતીઓ 2500 સુધી 3000 રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાની વિગતો ને પગલે પોલીસે ડમી ગ્રાહક મોકલી હતો.
પોલીસે ડમી ગ્રાહક મોકલી છટકુગોઠવતા સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયનો પર્દાફાશ થયો હતો.પોલીસે થાઈલેન્ડ થી આવી યુવતઅને એક ભારતીય યુવતીને છોડાવી હતી.પોલીસે સ્પાના મેનેજર મેહુલ યોગેશભાઈ પરમાર વિહારીકાસોસાયટી હરીનગર બ્રિજ પાસે,ગોત્રી અને સચિન વિષ્ણુભાઈ જોશી સંતોષ નગર,વુડાના મકાન,જુના પાદરા રોડને ઝડપી પાડી સંચાલક ધવલ જગદીશભાઈ રાજપુત સરદાર ભુવન નો ખાંચો,કારેલીબાગપોલીસ સ્ટેશન પાસેને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે એક થાઈલેન્ડની યુવતી અને ભારતીય યુવતીને છોડાવી હતી.ગોત્રી પોલીસ વધુ તપાસ કરી રહી છે.