વડોદરા મહાનગર પાલિકાના દબાણ શાખા દ્વારા મ્યુનિ.કમિશનર અને મેયર તથા પોલીસ તથાપાલિકાના અધિકારીઓ સાથે મંગળબજાર, ભગતસિંહ ચોક સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવાનીકામગીરી હાથ ધરતાં લારીગલ્લા વાળાઓ, પથારાવાળાઓમા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. શહેરનાહાર્દ સમાન મુખ્ય બજાર એટલે મંગળબજાર તથા શહિદ ભગતસિંહ ચોક થી માંડવી સુધીના વિસ્તારોમાંદુકાનદારો,લારીગલ્લા, પથારાવાળાઓ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરાતાં આ ચાર દરવાજાવિસ્તારમાં કાયમી ટ્રાફિકની સમસ્યાઓ ઉભી રહેતી હોય છે. જેના કારણે અવારનવાર ઇમરજન્સી વાહનોપણ અટવાઈ જતાં હોય છે અહીં સાંજે ફક્ત બે કલાક ઓટોરિક્ષા જેવા વાહનો માટે પ્રતિબંધ હોય છે બાકી આખો દિવસ અહીં ટ્રાફીક જામના દ્રશ્યો તથા ગીચતા જોવા મળે છે
ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશ્નરશ્રી તથા મેયરશ્રી દ્વારા નિર્ણય લઇને આ દબાણો દૂર કરવા માટે આજરોજ વડોદરામહાનગરપાલિકાના દબાણશાખાની ટીમ સાથે આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનરશાલિની અગ્રવાલ, મેયર કેયુરભાઇ રોકડીયા,ડેપ્યુટી મેયર નંદાબેન જોશી તથા સ્થાનિક કાઉન્સિલરોસચિન પાટડીયા, જેલમબેન ચોક્સી,હરેશભાઇ જીનગર તથા દબાણશાખાના અધિકારી મંગેશ જયસ્વાલપોલીસ અધિકારી ચિરાગ કોરડીયા તથા મેઘા તેવાર સહિતના પોલીસ અને પાલિકાના અધિકારીઓ દ્વારાઆજે દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લારીગલ્લા, પથારાવાળાઓ તથા વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.