સાબરકાંઠા જિલ્લાના ઇડર નાગરિક સહકારી બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી બેંકની કેસમાંથી રૂ. 2000 દરની500 નોટ ગાયબ થઈ ગયાની જાણ થવા છતાં બેંકના સંચાલકોએ સોમવારે મોડી સાંજે આંતરિકમિટિંગ કરી પોલીસનો માત્ર સંપર્ક કર્યો હતો. અને રૂપિયા 10 લાખ જેટલી માતબર રકમની ઘટપડવા છતાં બેંકની ચેસ્ટ બૂક અને ફિઝિકલ કેશની વિગતો પોલીસને પૂરી પાડી વિધિવત ફરિયાદ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાથી ખળભળાટ મચી ગયો હતો.
ત્યારે ઈડર નાગરિક સહકારી બેન્કેઆખરે પોલીસ ફરિયાદ નોધાવી છે. બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા ૧૦ લાખ ગાયબ થવાના કિસ્સામાંબેંકે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેંકના સી.ઈ.ઓએ બેંકના કોઈ કર્મચારી દ્વારા તકનો લાભ લઈચોરી કરી હોવાની પોલીસ ફરિયાદમાં લખાવ્યું હતું. હવે પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચવા બેંકના તમામ કર્મચારીઓની ઉલટ તપાસ કરી શકે છે.