રાજયમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. રોજે કોઈને કોઈ જગ્યાએ આગ લાગવાના બનાવો બની રહ્યા છે.અકસ્માતમાં લોકોના જીવ જતાં પણ હોય છે. અકસ્માત થવાના મુખ્ય કારણ ગફલતભર્યું ડ્રાઈવિંગઅથવા સ્પીડમાં વાહન ચાલવવાને કારણે અકસ્માત સર્જાતા હોય છે. સાબરકાંઠા જિલ્લાની જો વાત કરવામાંઆવે તો સાબરકાંઠા જિલ્લામાં પણ અકસ્માતની વણજાર જોવા મળી રહી છે. છાસવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક વખત જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડતસિયા રોડ ઉપર ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો. હિમતનગરમાં આવેલ કચ્છી સોસાયટી પાસેઅકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર એકટીવા ચાલકને બચાવવા જતા કાર ડિવાઇડર ઉપર ચઢીગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. દિવાઇડર પર ચડેલી કારની પાછળ એક એમ ચાર વાહનો ટકરાયા હતા.અકસ્માતમાં ચારેય વાહનોને મોટું નુકસાન થવા પામ્યું હતું. આ સાથે જ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ થતા 108 મારફતે સિવિલમાં ખસેડાયા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.